Wednesday, May 1, 2024
HomeGujaratમોરબી, માળીયા બાદ હળવદ પંથકમાથી ૨૩૦ કિલો સડેલ ગોળ ઝડપાયો

મોરબી, માળીયા બાદ હળવદ પંથકમાથી ૨૩૦ કિલો સડેલ ગોળ ઝડપાયો

મોરબી જિલ્લામાં દેશી દારૂ બનાવવામા ઉપયોગમાં લેવાતા અખાદ્ય સળેલા ગોળનો જથ્થો ઝડપાવાનો સીલસીલો આજે પણ યથાવત રહ્યો છે. મોરબી જિલ્લા પોલીસની સતર્કતાને પગલે મોરબી અને માળીયા પંથકમાંથી સડેલ ગોળનો જંગી જથ્થો ઝડપાયા બાદ આજે હળવદ પંથકમાંથી સડેલ ગોળ ઝડપાતા પોલીસે આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસે ખાનગી બાતમીને પગલે ગોલાસણ ગામે આરોપી વિક્રમ ચંદુભાઇ કોળીના રહેણાંક મકાનમાં રેઇડ પાડી હતી આ દરમિયાન મકાનમાંથી અખાધ્ય ગોળ (સડેલો ગોળ) નો ૨૩૦ કીલો જેની કિ.રૂ .૪૬૦૦ નો જથ્થો ઝડપાયો હતો આથી પોલીસે ગોળનો જથ્થો જપ્ત કરી આરોપી વિક્રમ કોળી વિરૂધ્ધ પ્રોહી એક્ટ કલમ ૭૦ ( ક ) મુજબ ગુન્હો દાખલ કરી ધરપકડ કરવા માટે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!