માળિયા પોલીસ મથક વિસ્તારમાં આવતા હાઇવે રોડ થી માણાબા ગામ તરફ જતા રસ્તે આવેલ વીજયનગર (નવુ માણાબા ) નજીક આરોપી ડમ્ફર રજી નં- GJ-36-V-9583 ચાલકે પોતાના હવાલા વાળુ ડમ્ફર પૂર ઝડપે અને ગફલત ભરી રીતે બે ફિકરાઈ થી મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આ કામના ફરિયાદી અશોકસિંહ દિલુભા જાડેજા ઉ.વ.૫૧, રહે-માણાબા વાળાના ભાઈ પોતાનું રજી. નં-GJ-03-FE-0926 વાળા બાઇકને હડફેટે લીધું હતું..ત્યારે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ટ્રક ચાલક અકસ્માત સર્જી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો ત્યારે આ અંગે માળિયા મીયાણા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધી ટ્રકચાલક ને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.