મોરબી જિલ્લામાં આજે અપમૃત્યુનો એક કેસ મોરબી સીટી બી ડિવીઝન પોલીસ ચોપડે નોંધાયો છે જેમાં પરશુરામ પોટરી ક્વાર્ટર માં રહેતી યુવતીએ ગળેફાંસો ખાઈ અંતિમ પગલું ભરી લીધાનું બહાર આવ્યું છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર મોરબીના પરશુરામ પોટરી ક્વાર્ટરમાં રહેતી લક્ષ્મીબેન ખીમજીભાઇ જાદવ નામની ૨૦ વર્ષીય યુવતી ગઈકાલે તા.૦૨/૦૫/ના રોજ પોતાના ઘરે હતી આ આ દરમિયાન ઘરે કોઇ અકળ કારણથી કંટાળી જઈ તેણીએ પોતાની જાતે ગળો ફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરી લીધો હતો. આ અંગે યુવતી ની લટકતી લાશ મળતા પરિવારજનોએ હોસ્પિટલ ખસેડી પોલીસ ને જાણ કરતા પોલીસે દોડી અપમૃત્યુના બનાવની નોંધ કરી જઇ મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.