Saturday, May 9, 2026
HomeGujaratમોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મોબાઈલમાં લુડો ગેમનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મોબાઈલમાં લુડો ગેમનો જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા જુના બસ સ્ટેન્ડ પાછળ રિક્ષા સ્ટેન્ડ પાસે મોબાઈલ એપમાં લુડો ગેમમાં પૈસાની હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાછળ રિક્ષા સ્ટેન્ડ પાસે ત્રણ શખ્સો મોબાઈલમાં લુડો ગેમ દ્વારા પાસા ફેંકી રૂપિયાની હારજીતનો જુગાર રમતા આરોપી સમીરભાઈ હનીફભાઈ ભટ્ટી ઉવ.૨૪ રહે.જોશનગર લાતી પ્લોટ શેરી નં.૧૧ મોરબી, મોસીમ ઉર્ફે માસ સલીમભાઈ મોવર ઉવ.૩૦ રહે.જોશનગર લાતી પ્લોટ શેરી નં.૬ મોરબી તથા અને મુસાભાઈ ઉંમરભાઈ હાલા ઉવ.૪૨ રહે. લુહાર શેરી કુબેરનાથ રોડ ગ્રીન ચોક, મોરબી વાળાને ઝડપી પાડ્યા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ.૬૫૦/- તથા એક ઓપ્પો કંપનીનો મોબાઈલ મળી કુલ રૂ.૧૦,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે લઈ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!