Saturday, May 9, 2026
HomeGujaratમોરબીમાં લગ્ન પ્રસંગે સામુ જોવાનો આક્ષેપ કરી યુવક પર બે શખ્સોએ છરીથી...

મોરબીમાં લગ્ન પ્રસંગે સામુ જોવાનો આક્ષેપ કરી યુવક પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન સામુ જોવાનો આક્ષેપ કરી બે શખ્સોએ યુવક ઉપર છરી વડે હુમલો કરી, ઢીકાપાટુ વડે માર માર્યો હતો. હાલ ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત મુજબ, મોરબીના અયોધ્યાપુરી રોડ ડાયમંડ બેકરી સામે રહેતા જુબેરભાઈ રજાકભાઈ રાજા ઉવ.૧૯એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તા.૪ મે ના રોજ તેમના મિત્ર એજાજના લગ્ન પ્રસંગે લાતી પ્લોટ શેરી નં. ૭ ખાતે ગયા હતા. જ્યાં રાત્રિના સમયે દાંડીયા રાસ ચાલી રહ્યો હતો ત્યારે તેઓ સાઈડમાં બેઠા હતા. તે દરમિયાન આરોપી સમીર ઉર્ફે સમલો મોવર રહે. માધાપર મોરબીએ ફરિયાદી જુબેરભાઈને બહાર બોલાવી તેના ફુઈના દીકરા સોહિલ સામે કાતરું કેમ મારતો હતો તે મુદ્દે બોલાચાલી શરૂ કરી ફરિયાદી જુબેરભાઈના વાળ પકડી વાસાના ભાગે છરીનો ઘા માર્યો હતો. ત્યારબાદ સહઆરોપી સોહિલે ઢીકાપાટુનો માર મારી, ફરિયાદી નીચે પડી જતા આરોપી સમીરે થાપાના ભાગે છરીનો બીજો ઘા મારી ઇજા પહોંચાડી હતી. ત્યારે ઇજાગ્રસ્તને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હાલ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!