Friday, December 27, 2024
HomeNewsHalvadહળવદમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર ત્રણ શખ્સ ઝડપાયા

હળવદમાં રિક્ષામાં બેસાડી છરીની અણીએ વૃદ્ધને લુંટી લેનાર ત્રણ શખ્સ ઝડપાયા

હળવદમાં આઠ દિવસ પૂર્વે ઘનશ્યામગઢના એક વૃદ્ધ સાથે એક રિક્ષા ચાલક તથા પાછળ બેસેલા બે માણસોએ હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતાં ધાંગધ્રા હાઈવે પરથી વૃદ્ધને બેસાડી થોડે દૂર જઈ છરી બતાવી વૃદ્ધ પાસેથી ૭૪૦૦ની રોકડ લઈ લીધી હોવાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જેથી પોલીસે તપાસ આદરી ટંકારા, મોરબી અને ચરાડવા ગામના ત્રણ શખ્સોને ઝડપી લીધા છે.

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટ યાર્ડ માં મગ લેવા માટે હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામ થી બાવલભાઈ નાથાભાઈ ગોપાણી આવ્યા હતા અને તેઓ પાછા ઘનશ્યામ ગઢ જવામાટે હળવદ માર્કેટ યાર્ડ પાસેથી પસાર થતી એક રિક્ષામાં બેશી શહેર તરફ જવા માટે નીકળ્યા હતા ત્યારે રિક્ષામાં સવાર શખ્સોએ વૃદ્ધને છરી બતાવી ૭૪૦૦ની લુટ ચલાવી હતી.

આ બનાવની પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી હતી તેવામાં આજે મોરબી ચોકડી પાસે પીએસઆઇ પી.જી પનારા અને પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હોય ત્યારે ત્યાં થી પસાર થતા ત્રણ શખ્સો શંકાસ્પદ લાગતાં તેમને અટકાવી તપાસ કરાતા વૃદ્ધને લૂંટી લેવામાં ત્રણેય શખ્સોની સંડોવણી હોવાનું ખુલવા પામ્યું હતું જેથી પોલીસ દ્વારા નવઘણભાઈ ભગુભાઈ કોળી રહે ચરાડવા, અર્જુનભાઈ અબ્રામભાઈ ભરવાડિયા રહે સજનપર ઘુનડા તા, ટંકારા અને અજયભાઈ અમરશીભાઈ પરમાર રહે ત્રાજપર ખારી મોરબી ને ઝડપી લઇ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!