માળીયા મિયાણા તાલુકાના જુના સુલતાનપુર ગામે જુગારની મહેફિલ જામી હોવાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં જુગાર રમતા ત્રણ જુગારીઓને પોલીસે ઝડપી લઈ તમાંમ વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુન્હાની માળીયા મિયાણા પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર ગામની ઘોળા ધ્રોઈ નદીના કાંઠે જાહેરમા જુગાર ધામ ધમધમતું હોવાથી પોલીસે રેઇડ પાડી હતી જે રેઇડ દરમિયાન આરોપી સુરેશભાઈ ઉર્ફે ભગત વિઠ્ઠ્લભાઈ સીતાપરા (રહે-સુલતાનપુર ગામ તા-માળીયા મીં.), વેરશીભાઈ રણછોડભાઈ સનુરા (રહે-હાલ સુલતાનપુર ગામ મુળ રહે.હરીપર તા-માળીયા મીં.) તથા અકબરભાઈ હારૂંનભાઈ પારેડી (રહે-ચીખલી ગામ તા-માળીયા મીં) સહિતના જુગાર રમતા ત્રણેય રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામના કબજામાંથી રૂપિયા-૮૦૩૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી આરંભી છે.