મોરબી જીલ્લામાં અપમૃત્યુના ત્રણ બનાવમાં બે મહિલા સહીત કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. મોરબી પોલીસે બનાવોની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અપમૃત્યુના પ્રથમ બનાવમાં મોરબી શહેરના રવાપર રોડ ઉપર ગાયત્રીનગર પાછળ આવેલ વિજયનગર-૧માં રહેતા ધર્મિષ્ઠાબેન ધર્મેન્દ્રભાઈ કુણાપરા ઉવ.૪૫ એ માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરે એસિડ ગટગટાવી લેતા ધર્મિષ્ઠાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. સીટી એ ડિવિઝન પોલીસે અપમૃત્યુના બનાવ મામલે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં મૂળ બનાસકાંઠા જીલ્લાના પેછદાલ ગામના વતની અલ્પેશભાઇ હેમસંગજી ઠાકોર ઉવ-૧૯ રહે. હાલ ઉચી માંડલ ગામની સીમમાં આવેલ ક્રિશાઝ ફાર્માસ્યુટીકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં એ પોતાની માતા નર્મદાબેન આશરે ત્રણ વર્ષ પહેલા ઘર છોડીને જતા રહેલ હોય જેથી મૃતક અલ્પેશભાઈ ઉદાસ રહેતો હોય અને છેલ્લા ઘણા સમયથી ઘરે જતો ન હોય ત્યારે અલ્પેશભાઈ પોતાની માતાના વિયોગમાં મનમા લાગી આવતા ગત તા-૨૫/૦૨ રાત્રીના ૧૧.૩૦ વાગ્યા પહેલા કોઇ સમયે ક્રિશાઝ ફાર્માસ્યુટીકલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં પોતાની જાતે ગળાફાસો ખાઇ લેતા અલ્પેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે કારખાનેથી યશોધરભાઇ ડાયાભાઇ પટેલ મૃતકની ડેડબોડી મોરબી સરકારી ખાતે લાવતા જ્યાં પોસ્ટમોર્ટમ કરી લાશને અંતિમવિધી માટે સોપવામા આવેલ હતી ત્યારે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
જયારે અપમૃત્યુના ત્રીજા બનાવમાં મોરબી તાલુકાના જાંબુડીયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં મમતાબેન હિરેનભાઇ રાઠોડ ઉવ.૧૯ એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતક મમતાબેનની ડેડબોડી તેમના પતિ હિરેનભાઈ રમેશભાઈ રાઠોડ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના ડોક્ટરે મમતાબેનને મૃત જાહેર કર્યા છે. મૃતક મમતાબેનના દોઢ વર્ષ પૂર્વે લગ્ન થયા હતા અને સંતાન નહિ હોવાનું તેમના પતિ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે મોરબી તાલુકા પોલીસે આપઘાત અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.