મોરબી તાલુકા પોલીસ સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન આજરોજ ખાનગીરાહે મળેલી બાતમીનાં આધારે દરોડો પાડી મોરબી તાલુકાના લગધીરનગર (નવાગામ) ગામની સીમમાં, વિલ્સન પોલીપેક કારખાનાની મજુર ઓરડીમાં જુગાર રમતા છોટુકુમાર ભોલાપ્રસાદ બીન, કિશોરભાઇ પ્રેમજીભાઇ પરમાર, કિશોરભાઇ વિરજીભાઇ સેરશીયા એમ કુલ ત્રણ ઇસમોને કુલ રૂ.૧,૨૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ત્રણેય આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.









