મોરબી અને વાંકાનેર પંથકમાં હોળીના દિવસે અપમૃત્યુંના ત્રણ બનાવો સામે આવ્યા છે જેમાં બે યુવાને ગળેફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું અને એક મહિલા પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું પોલીસ સમક્ષ જાહેર થયું છે.
અપમૃત્યુના બનાવની વાંકાનેર પોલીસ મથકેથી જાણવા મળતી વિગત અનુસાર વાંકાનેરના વોરાવાડ શેરી નં.૬ મા રહેતા અજીજભાઇ જૈનુદિનભાઇ લક્ષ્મીધર નામના ૨૪ વર્ષીય યુવાને હોળી ના દિવસે જ પોતાના ઘરે કોઇ અકળ કારણસર કંટાળી જઈ ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જે અંગે પરિવારજનોને જાણ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા વાંકાનેર સરકારી હોસ્પીટલના તબીબે તેને તપાસી મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બીજી તરફ પોલીસે અપમૃત્યુની નોંધ આત્મઘાતી પગલાં પાછળનું કારણ જાણવા તપાસ તેજ બનાવી છે.
અપમૃત્યુના વધુ એક કેસની વિગત અનુસાર મોરબીના રવાપર રોડ પર આવેલ ભગવતી એ. પાર્ટ ગંગાદર્શન એ.પાર્ટ ની બાજુમાં રહેતા કલ્પનાબેન જનકભાઇ તમતા (ઉ.વ.૩૦) કોઇ પણ કારણસર પાણીમા ડુબી જતા તેણીનું મોત નીપજ્યું હતું.આ અંગે વધુ તાપસ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ ચલાવી રહી છે.
જ્યારે મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાયેલ અપમૃત્યુના કેસની વિગત મુજબ મોરબી તાલુકાના ઘુટુ ગામ ખાતે રહેતા રાજુભાઇ કેશુભાઇ ભલગામડીયાએ ગઈકાલે તા.૧૭/૦૩/ના રોજ કોઈપણ સમયગાળા દરમિયાન પોતાના ઘરે કોઇ પણ કારણોસર ગળે ફાંસો ખાઇ અંતિમ પગલું ભરી લીધું હતું જેને તબીબે મૃત જાહેર કરતા પોલીસ નોંધ કરી તાપસ આદરી છે.