રાજકોટ સિટીના એરપોર્ટ પોલીસમથકનો બનાવ : વિસ્ફોટ 12 કિમિ સુધી સંભળાયો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું : રાજકોટ પોલીસ, વાંકાનેર મામલતદાર ,108 અને ફાયર વિભાગની ટીમોએ રેસ્ક્યુ હાથ ધર્યું
રાજકોટ અમદાવાદ હાઇવે પર વાંકાનેર નજીકના પીપરડી અને ખેરવા નજીક આવેલ દેવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરીમાં માટીના બોયલર ફાટ્યું હતું ઘટનાનો વિસ્ફોટ એટલો મોટો હતો કે ખેરવા ગામ સુધી સંભળાયો હતો આ બનાવ સ્થળનું રેવન્યુ સર્વે નમ્બર વાંકાનેર તાલુકામાં જ્યારે પોલીસમથકની હદ રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસમથકની આવતી હોવાનું જાણવા મળતા વાંકાનેર તાલુકાના મામલતદાર સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી જ્યારે રાજકોટ ના એરપોર્ટ પોલીસ મથકના પીઆઈ મહેશ વાળા સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી જેમાં પ્રાથમિક તપાસમાં આ બનાવ મોડી સાંજે નવ વાગ્યે બન્યો હોવાનું જાણવા મળ્યું હતું અને આ બનાવ સમયે ફેકટરીમાં 40 જેટલા શ્રમિકો કામ કરી રહ્યા હતાં જે પૈકી પાંચ શ્રમિકોને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાંથી ચાર શ્રમિકોના મોત નીપજ્યા હતા અને અન્ય બાર શ્રમિકોને ઇજાઓ થતાં રાજકોટ અને વાંકાનેર ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે આ બનાવના પગલે રાજકોટ ફાયર ફાયટર ની ટિમ અને 108ની જુદી જુદી ચાર ટિમો પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે અને બોયલર માં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તો રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસમથકના પીઆઈ મહેશ વાળા સહિતની ટીમે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.