મોરબીના પીપળી રોડે ૨૯ લાખની લૂંટનો બનાવ સામે આવ્યો છે જેને પગલે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરાઈ છે.
આ બનાવની વધુ વિગત અનુસાર મોડી સાંજે સાંજના ૦૭:૩૦ વાગ્યા આસપાસ પીપળી ગામનો રહેવાસી ચંદ્રેશ સવજીભાઈ શિરવી નામનો યુવક પોતાના મામા ના કારખાના ના ૨૯ લાખ જેવા રોકડ રકમ લઈ ને પીપળી રોડ પરથી પસાર થઈ રહ્યયો હતો તે દરમિયાન અજાણી કાર દ્વારા તેમના પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી યુવક પડી ગયા બાદ તે કારમાંથી ત્રણ ઈસમો ઉતરી આવી ભોગ બનનાર યુવકને મૂંઢ માર માર્યો હતો અને યુવક પાસે રહેલ ૨૯ લાખ જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા .જે સમગ્ર બનાવની જાણ મોરબી પોલીસને થતા જ તુરંત મોરબી તાલુકા પોલીસ,મોરબી સીટી બી ડિવિઝન પોલીસ અને મોરબી એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આજુ બાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં મોરબી જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝિટ રસ્તાઓ પર નાકાબંધી કરી દેવામાં આવી છે અને લૂંટારું ઓ ને પકડવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
વધુમાં આ સમગ્ર બનાવમાં કારની ઠોકરે બાઇક પરથી પડી જતા યુવક પણ ઇજાગ્રસ્ત થયો છે જેથી પોલીસ દ્વારા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે તેમજ લૂંટારુઓનું પગેરું દબાવવા કવાયત હાથ ધરવામાં આવી છે.