ગુજરાત માં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે જેમાં મોટેભાગે બાળકો પણ કોરોના નો ભોગ બની રહ્યા છે. છેલ્લા બે દિવસ માં મોરબી માં કુલ 7 વિદ્યાર્થીઓ અને અન્ય વ્યક્તિઓ ના 2 કેસ નોંધાયા છે અને આજે પણ મોરબી માં 2 વર્ષ ની બાળકી ને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે સાથે જ મોરબી ગ્રામ્ય વિસ્તાર ના એક 53 વર્ષીય મહિલા તેમજ મોરબી શહેરી વિસ્તાર ના 47 વર્ષીય મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે .
આજે પોઝિટિવ આવેલા બાળકી સિવાય ના બન્ને દર્દી એ રસી ના બન્ને ડોઝ લીધેલ છે .સાથે જ મોરબી માં આજે કુલ એક્ટિવ કેસ ની સંખ્યા 12 પર પહોંચી છે .