મોરબી જિલ્લામાં આજે પણ અકસ્માતની વણજાર યથાવત રહી છે જેમાં ત્રણ ગોઝારા અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા હોવાનું પોલિસ મથકે જાહેર થયું છે.
મોરબી તાલુકાના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામીક નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે જેમાં GJ-03-BL-8540 બાઇકના ચાલકે આડેધડ બાઈક ચલાવી
દિલીપકુમાર વેનીચંન્દજી ગર્ગના મિત્ર પપ્પુસિંહના બાઈક રજી. નં. GJ-36-N-2309 સાથે ભટકાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં પપ્પુસિંહને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના મિત્ર દિલીપકુમાર વેનીચંન્દજી ગાર્ગે GJ-03-BL-8540 બાઇકના ચાલકે વિરુદ્ધ મોરબી તાલુકા પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના અન્ય એક કેસમાં મોરબી તાલુકાના જેતપર હાઇવે રોડ પર આવેલ પીપળી ગામ નજીક આવેલ સેવલકો સીરામીક સામે ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક કન્ટેનર રજી. નં.-આર-જે-૧૪-જી-એલ-૯૬૦૯ની ઠોકરે બાઈક રજી. નંબર-જી-જે-૩૬-પી-૧૪૭૯ના ચાલક ફરીયાદી ઉમેશભાઇ દેથરીયા (ઉ.વ-૩૦ રહે-હાલ મહેન્દ્રનગર પીપળવાળી શેરી તા-જી-મોરબી મુળ રહે-માનસર)ના પિતા રવજીભાઇ તથા દિકરીને બાઈક સાથે જમીન પર પટકાયા હતા. જેમાં રવજીભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાતા તેનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર ચાલક નાશી જતા મૃતકના પુત્ર ઉમેશભાઇ રવજીભાઇ દેથરીયાએ મોરબી તાલુકા મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતના વધુ એક બનાવમાં વાંકાનેરથી મોરબી હાઈવે પર આવેલ મકનસર ગામના પ્રજાપત કારખાનાની સામેથી બાઈક લઈ પસાર થતા જેઠાલાલ ગોરી (ઉ.વ.૪૦)ની બાઈક રોડ પર મૂકેલ સેફ્ટી કોનની દોરી સાથે ફસાઇ જતા અકસ્માતે રોડ નીચે પટકાયા હતા. આ દરમિયાન અજાણ્યા વાહન ચાલકે અડેધડ વાહન ચલાવી જેઠાલાલને ચગદી નાખતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થતાં જેઠાલાલનું કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જને પગલે મૃતકના ભાઈ વિજયભાઇ ગાંગજીભાઇ ગોરી(રહે. વાંકાનેર, ગાયત્રી નગર, ગાયત્રી મંદિરની સામે)એ મોરબી તાલુકાપોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.