Monday, November 25, 2024
HomeGujaratકારખાનામાંથી ચોરી કરી પથ્થરનો મુદામાલ વેચવા નીકળેલા ત્રણ ઝડપાયા

કારખાનામાંથી ચોરી કરી પથ્થરનો મુદામાલ વેચવા નીકળેલા ત્રણ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે મોરબી તાલકુાના ભડીયાદ ગામ પાસેથી ગ્લેજના બોઇલમીલમાં વપરાતા પેબલ (પથ્થર)ના બાચકાના ચોરાઉ માલ સાથે આરોપી ટોળકીને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર હેડ કોન્સ્ટેબલ અજીતધસિંહ પરમાર તથા સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળી કે મોરબી તાલકુાના બે ઇસમો એક સી.ડી ડીલક્ષ બાઇક નં.. GJ-03-KS-175માં પેબલ (પથ્થર)નો ચોરાઉ માલ વેચવા, સગેવગે કરવા જવાની પેરવી કરી ભડીયાદ કાંટા પાસેથી નીકળનાર છે. આ બાતમીને પગલે પોલીસ સ્ટાફે દોડી જઇ તપાસ હાથ ધરતા તપાસમા ચેતનભાઇ કોઠારીયા (ઉ.વ.૨૦) રહે. ક્રાઉન સીરામીક, મહેશભાઇ તાવીયા (ઉ.વ.૨૩) નામના બે શખ્સો બાઇકમાં ચાર બાચકામા ગ્લેજના બોઇલમીલમા વપરાતા પેબલ (પથ્થર) ભરી નીકળતા ઝડપાયા હતા. પોલીસે પછુપરછ કરતા આ ઇસમોએ ક્રાઉન સીરામીકમાથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી.આ ઉપરાંત અન્ય ૨૭ બાચકા ભડીયાદ ગામે ભાવેશભાઇ ચતરુભાઇ ઝાપડીયાએ ભાડેથી રાખેલ મકાનમા સંગ્રહ કર્યો હોવાની કબૂલાત આપતા પોલીસે તપાસ કરતા ભાવેશ ચતરુભાઇ ઝાપડીયા હાજર મળી આવેલ હોય તેમજ ગ્લેજના બોઇલમીલમાાં વપરાતા પેબલ (પથ્થર) ના ૨૭ બાચકા મળી આવેલ હોય અને આમ ત્રણેય શખ્સો પાસેથી ગ્લેજના બોઇલમીલમાાં વપરાતા પેબલના ૩૧ નંગ બચકા કિંમત રૂ.૬૦,૦૦૦/- તથા બાઇક મળી કુલ .૮૦,૦૦૦/- નો મુદામલ કબજે કરી આગળની કાર્યવાહી આદરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!