Thursday, April 25, 2024
HomeGujaratમોરબીમાં જુદા-જુદા ત્રણ સ્થળોએથી દારૂની હેરાફેરી કરતા ૩ ઈસમો ઝડપાયા

મોરબીમાં જુદા-જુદા ત્રણ સ્થળોએથી દારૂની હેરાફેરી કરતા ૩ ઈસમો ઝડપાયા

મોરબી પોલીસે અલગ અલગ ત્રણ સ્થળોએથી દારૂની હેરાફેરી કરતાં ત્રણ ઈસમોને વિદેશી દારૂની બોટલો સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ગઈકાલે મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં, મીલેનીયમ કારખાના પાસે જાહેરમાં એસેન્ટ કાર નં. જીજે-૦૩-એબી-૭૦૪૦ માં વિદેશીદારૂની બોટલ નંગ ૦૭ (કિં.રૂ.૨૬૨૫) લઈને નીકળેલા આરોપી બેચરભાઇ જગાભાઇ ચાંઉ (ઉ.વ.૬૧) ને કુલ મુદ્દામાલ રૂ.૧,૦૨,૬૨૫ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઉપરાંત, મોરબી સીટી એ ડિવીજન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના શનાળા રોડ, સ્કાય મોલ પાસે આરોપી મોસીનભાઇ હાસમભાઇ સંઘવાણી (ઉ.વ.૨૭) ને વિદેશી દારૂની બીગપાઇપર ડીલક્ષ વ્હીસ્કી ૭૫૦ml ની કંપની શીલ બંધ બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦) સાથે ઝડપી પાડ્યો હતો અને મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર જી.આઇ.ડી.સી.ના નાકા પાસે આરોપી પ્રવિણભાઇ આપાભાઇ પરમારને બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૭૫) સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!