મોરબી જિલ્લામાં એક જ દિવસમાં ચાર અકાળે મોતના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાંથી ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાનું તથા એક યુવકનું તાવ આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીના સરસ્વતી પેલેસ એપાર્ટમેન્ટ નિચે સિક્યુરીટી રૂમમા પ્રમુખસ્વામી-૨ પંચાસર રોડ ખાતે રહેતા પ્રકાશભાઇ શેરપા કામી નામના યુવકે ગઈકાલે સાંજના સમયે પોતાના સીક્યુરીટી રૂમની ઓરડીમા પોતાની મેળે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મોત નીપજ્યું હતું. ત્યારે બનાવની જાણ થતા જ મૃતકના પત્નીએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસને બનાવ અંગે જાણ કરી હતી, જેને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો લઈ અકાળે મોતની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજા બનાવમાં, ટંકારાના ઓટાળા ખાતે રહેતા મૂળ યુ.પીના રામઅવતાર રામકિશન નામના યુવકને ગત તા.૦૯/૦૬/૨૦૨૩ ના સવારના વેલા ત્રણેક વાગ્યે તાવ આવતા ટંકારા યશ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે એમ્યુલન્સ મારફતે યુવકને ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને જોઇ તપાસી મરણ ગયેલ જાહેર કરી સમગ્ર મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.
ત્રીજા બનાવમાં, ટંકારાનાં એસીયા પોલીપેક કારખાના ઓરડી હીરાપર ગામ ની સીમ નેસડા (સુ) જવાના કાચા રસ્તે રહેતા મૂળ યુ.પીના યુવકે કોઇ કારણોસર લીમડના ઝાડ નીચે ખાટલામાં ભરવાની સુતરની પાર્ડી વાડે ગળે ફાસો ખાઇ જતા પાટી તુટી જતા સ્થાનિકોએ બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી અકાળે મોતની નોંધ કરી છે.
ચોથા બનાવમાં, હળવદના ટીકર ગામે રહેતા જીજ્ઞાબેન નિલેષભાઇ ચૌહાણ નામના પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર ટીકર ગામે ઝેરી દવા પી લેતા તેને પરિવારજનો દ્વારા તાત્કાલિક શ્રીજી હોસ્પિટલ હળવદ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પરિણીતાએ દમ તોડતા ફરજ પરના ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.