મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકથી બે કિમિ દૂર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડ રાજદિપસિંહ વિક્રમસિંહ સરવૈયાના રહેણાંક મકાનમાં પોલીસે રેઇડ પાડી દારૂ બિયરનો જથ્થો ઝડપી પડ્યો હતો જ્યારે દારૂ અંગેના અન્ય એકમા 22 ટીન બિયર સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા આ કેસમાં પણ આરોપી રાજદિપસિંહનું નામ ખુલતા તપાસ હાથ ધરી છે.
મોરબીના રામેશ્વર મંદિર નજીક રહેતો રાજદિપસિંહ વિક્રમસિંહ સરવૈયા (ઉ.વ.૩૦) એ વેચાણ કરવાના ઇરાદે દારૂનોં જથ્થો સંતાડયો હોવાની પોલીસને જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી જ્યાં રેઇડ દરમિયાન બીયર કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર ટીન નંગ-૯૫ કિંરૂ.૯૫૦૦ અને વિદેશી દારૂની સીગ્નેચર રેર માસ્ટર બ્લેન્ડર્સ વ્હીસ્કીની બોટલ નંગ-૧૮ કિંરૂ.૭૩૮૦ તથા એક બોટલ એન્ટીકયુટી બ્લુ અલ્ટ્રા પ્રિમીયમ વ્હીસ્કી સહિત કુલ મુદામાલ રૂ.૧૭૭૩૦નો મુદામાલ ઝડપાયો હતો આથી પોલીસે આરોપી રાજદિપસિંહને ઝડપી લઈ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂ અંગેના વધુ એક કેસમાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીક આવેલ સાયન્સ કોલેજ પાછળના મેદાનમાંથી બીપીનભાઇ ગોરધનભાઇ મજેઠીયા (ઉ.વ.૩૪ રહે.વિધાનગર સોસાયટી ભડીયાદ મોરબી) અને અશોકભાઇ કાંતીભાઇ મજેઠીયા (ઉ.વ.૩૭ રહે.સાયન્સ કોલેજ પાસે વિધાનગર ભડીયાદ મોરબી) ને વિદેશી બીયર કિંગફિશર સુપર સ્ટ્રોંગ પ્રિમિયમ નંગ-૨૨ કિંરૂ.૨૨૦૦ને ઝડપી લીધા હતા. જેની પૂછપરછ દરમિયાન અન્ય એક રાજદિપસિંહ વિક્રમસિંહ સરવૈયા (રહે.રામેશ્રવર મંદિર પાસે હાઉસીંગ બોર્ડ મોરબી)નું નામ ખુલતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.