પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમ્યાન મોરબીના નવા ડેલા રોડ ઉપર અશોક પાનની બાજુમાં હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાતભાઈ ધોળકિયાએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી ત્યાંથી ગેરકાયદે પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ નંબર ૧ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦એમ.એલ.ની બોટલ નંગ-૧૬ કિંમત રૂ.૬૦૦૦/- ના મુદામાલ સાથે આરોપી હિતેશને ઝડપી પાડ્યો હતો. આરોપી હિતેશની પોલીસે પુછપરછ કરતા તેને દારૂની બોટલો અલી ઉર્ફે નવાબ આરીફભાઈ કાસમાણી (ઉ.વ.૨૪, રહે નીધીપાર્ક-૧, વીશીપરા)ને આપી હોવાનું ખુલ્યું હતું જે બાતમીનાં આધારે મોરબી બી ડીવીઝન પોલીસે એલ. ઈ. કોલેજના ગ્રાઉન્ડનાં ગેટ પાસેથી આરોપી અલીને મેકડોવેલ્સ સુપીરીયર વ્હીસ્કીની ૭૫૦એમ.એલની કાચની કંપની સીલબંધ બોટલો નંગ-૩ કિંમત રૂ. ૧,૧૨૫/- સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સોઓરડીમાં રામાપીરના મંદીર પાસે જાહેરમાં આરોપી ફીરોજભાઇ ગુલાબભાઇ કુરેશી (ઉ.વ.૪૨, ધંધો રીક્ષા ડ્રાઇવીંગ, રહે.સો ઓરડી વરીયા નગર શેરી નંબર-૦૪, સામાકાંઠે, મોરબી-૦૨) વાળાને ભારતીય બનાવટની વિદેશી દારૂ મેકડોવેલ્સ નંબર ૧ સુપીરીયર વ્હિસ્કી ઓરીજીનલ ફોર સેલ ઈન હરીયાણા લખેલી ૭૫૦એમ.એલની કાચની કંપની શીલપેક બોટલ નંગ-૦૨ કિં.રૂ.૭૫૦/- સાથે ઝડપી લીધો હતો.જ્યારે બીજો આરોપી જયદિપભાઇ બેચરભાઇ ચાઉ (રહે. સો ઓરડી, મોરબી-૦૨) હાજર ન મળી આવતા તેની વિરૂદ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.