Thursday, May 21, 2026
HomeGujaratટંકારામાં તમાકુ ચોરીનો પર્દાફાશ: ગણતરીના દિવસોમાં બે આરોપી ઝડપી, ₹3.63 લાખનો મુદ્દામાલ...

ટંકારામાં તમાકુ ચોરીનો પર્દાફાશ: ગણતરીના દિવસોમાં બે આરોપી ઝડપી, ₹3.63 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી જિલ્લાના ટંકારા શહેરમાં આવેલી “શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનમાં તાળા તોડી તમાકુના કાર્ટુનોની ચોરી કરનાર બે શખ્સોને ટંકારા પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹3,63,920નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાય તથા મોરબી જિલ્લા એસ.પી. મુકેશ પટેલના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓમાં પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. ડી.વાય.એસ.પી. સમીર સારડા અને ટંકારા પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે આ કામગીરી અંજામ આપી હતી. ગત તા. 17/05/2026ના રોજ વહેલી સવારે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી “શ્રી રામ સેલ્સ એજન્સી” દુકાનના તાળા તોડી અજાણ્યા શખ્સોએ બાગબાન તમાકુના કાર્ટુનો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે ટંકારા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સિસ, આસપાસના CCTV ફૂટેજ તથા મોરબી શહેરના નેત્રમ કેમેરાની મદદથી ચોરીમાં વપરાયેલી સ્વિફ્ટ કાર નંબર GJ-06-KP-3229ની ઓળખ કરી હતી. બાદમાં છતર પોલીસ ચેકપોસ્ટ પરથી શંકાસ્પદ કારને રોકી રાજકોટના રવિભાઈ ભીખાભાઈ ચાઉ અને રૂપેશભાઈ ચંદ્રકાંતભાઈ સંચાણીયા (ઉ.વ.29)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે સુરેશભાઈ અશોકભાઈ ગવડીયા નામનો આરોપી હજુ ફરાર હોવાનું પોલીસ દ્વારા જણાવાયું છે. પોલીસે આરોપીઓ પાસેથી બાગબાન તમાકુના 16 ડબ્બા કિંમત ₹53,920, સ્વિફ્ટ કાર કિંમત ₹3 લાખ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ ₹3,63,920નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 305, 331(4) અને 54 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!