મોરબીમાં જીલ્લો બન્યા બાદ કાયદો વ્યવસ્થા સ્થિતિ કથળી ચુકી હતી મોરબી ને બે એસપી મળ્યા છતાં કાયદો વ્યવસ્થા જળવાયા ન હતા ત્યારે પાટીદાર અનામત આંદોલન સમયે મોરબી ગુજરાત નું એપી સેન્ટર બની ચુક્યું હતું જેમાં તાબડતોબ જે તે સમયના એસપીને બદલાવી વર્ષ 2015 ના અંત માં જયપાલસિંહ રાઠોડ ને મોરબી જીલ્લાનું સુકાન સોંપી સ્થિતિ કાબુમાં કરવાની જવાબદારી આપવામાં આવી હતી બાદમાં તેઓએ એક પછી એક અનેક કેસો સોલ્વ કર્યા હતાં ચકચારી ભર્યાબદેવ અપહરણ કાંડ નો કોયડો હોય કે ડુપ્લીકેટ નોટ નું રાષ્ટ્રવ્યાપી કૌભાંડ એસ પી જયપાલસિંહ રાઠોડના કાર્યકાળ માં આવા તમામ આવારા તત્વો ને ભો ભીતર કરાવામાં આવ્યા હતા ત્યારે બાદમાં તેઓ અમદાવાદ ઝોન ડિસીપી અને બાદમાં ભાવનગર એસપી તરીકે પણ ઉત્કૃષ્ઠ ફરજ બજાવી ચૂક્યા છે અને હાલમાં તેઓ રાજકોટ રૂરલ એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
મોરબીમાં એસપી તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂકેલા IPS જયપાલસિંહ રાઠોડનો આજે જન્મદિવસ છે ત્યારે મોરબી વાસીઓ હાલ પણ જયપાલસિંહ રાઠોડને હ્ર્દય પૂર્વક યાદ કરી તેના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી સતત પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે અને મોરબી મીરર ટીમ દ્વારા પણ તેમને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવે છે.