Tuesday, January 7, 2025
HomeNewsBirthdayમોરબી સીરામીક એસોશિએશનનાં પ્રમુખ નિલેશ જેતપરિયાનો આજે જન્મદિવસ

મોરબી સીરામીક એસોશિએશનનાં પ્રમુખ નિલેશ જેતપરિયાનો આજે જન્મદિવસ

મોરબી સિરામિક એસોશિએશન ના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ નીલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ છે કરીયાણા-પાનની દુકાન, ઇલેક્ટ્રીક વાયરીંગ, આઇસ કેન્ડી, એસટીડી પીસીઓ જેવા અનેક નાના વ્યવસાયમાં અથાગ પ્રયત્નો કરીને સ્વ બળે તેઓ આગળ વધ્યા છે એક્સપોર્ટ કરવાનો વિચાર કરીને કોમ્પ્યુટર ક્લાસ જોઈન કર્યા હતા અને સિરામિક ઉદ્યોગમાં તેઓ જોડાયા હતા

- Advertisement -
- Advertisement -

સિરામિક ઉદ્યોગમાં જોડાયેલા નીલેશભાઈ જેતપરિયા હાલ મોરબી સિરામિક એસોના પ્રમુખ તરીકેની જવાબદારીનું વહન કરી રહ્યા છે તે ઉપરાંત તેઓ કેરા વિટ્રીફાઈડના ડીરેક્ટર, સોનેક્ષ ઇન્ડસ્ટ્રીઝ અને સોનેક્ષ ઝીર્કોનના પાર્ટનર, સોનેક્ષ વિટ્રીફાઈડના ડીરેક્ટર તરીકે કાર્યરત છે એટલું જ નહિ તેઓ ઇન્ટરનેશનલ સ્ટાનડર્દ ઓર્ગેનાઈઝેશનના એડવાઈઝર, ઉપરાંત અનેક રાજ્ય અને દેશ લેવલની કમીટી અને સંસ્થાઓ સાથે જોડાયેલા છે

આજે તેમના જન્મદિવસ પ્રસંગે સિરામિક ઉદ્યોગપતિઓ, સિરામિક એસો. પરિવારના અગ્રણીઓ, સભ્યો, તેમનો પરિવાર, મિત્રો અને મોરબીમિરર ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે તેમના મોબાઈલ અને સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!