મોરબીમાં રહેતા અને માળીયા (મી.)ના તરઘરી ગામના યુવા સરપંચ સાગરભાઇ અંબારામભાઈ ફુલતરિયા નો આજે જન્મદિવસ છે. જેમાં સાગરભાઈએ નાની ઉંમરમાં ઇલેક્ટ્રોનિકના ધંધા બાદ બાંધકામ અને સિરામિક કંપનીમાં ઝંપલાવ્યા બાદ તેઓને સેવા કરવાનો વિચાર આવ્યો હતો અને ગાયોની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલું છે અને આજે તેઓ માળીયા (મી.)ના તરઘરી ગામના સરપંચ તરીકે ફરજ બજાવીને ગામના વિકાસલક્ષી કાર્યોને વેગ આપી રહ્યા છે અને સાથે સાથે અનેક લાચાર પશુઓ અને ગાયો અને ઇજાગ્રસ્ત ધણખૂટની સેવા કરવા માટે પણ તત્પર હોય છે ત્યારે આજે સાગરભાઈ નો જન્મદિવસ હોય તેઓના મિત્ર વર્તુળમાંથીજન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.