Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું દુઃખદ અવસાન

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું દુઃખદ અવસાન

મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને પાટણના ડીડીઓ રમેશ મેરજાના કાકા સુંદરજીભાઈ માવજીભાઈ મેરજાનું 85 વર્ષની વયે દુઃખદ અવસાન થયું છે, સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી, માળીયા તાલુકામાં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે હોસભેર લેવાતું હતું, માળીયાના કાંઠાના ગામોના ખેડૂતોને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા તેઓ 1994 માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કર્યું હતું, તત્કાલીન કલેકટર જગદીશન ચમનપર દોડી ગયા હતાં અને ખેડૂતો ને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા. તેમના અવસાનથી મોરબી પંથકે એક સેવા ભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે, ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કાર માં ધારાસભ્ય બ્રિજેશ મેરજા, IAS રમેશ મેરજા જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!