Monday, December 23, 2024
HomeGujaratપ્રેમ સંબંધનો કરુણ અંજામ!:યુવતીના ભાઈએ મિત્રો સાથે મળી પ્રેમી પર કર્યો જીવલેણ...

પ્રેમ સંબંધનો કરુણ અંજામ!:યુવતીના ભાઈએ મિત્રો સાથે મળી પ્રેમી પર કર્યો જીવલેણ હુમલો

સમાજમાં હજુ પણ કેટલાક લોકો આંતરજ્ઞાતી લગ્ન સંબંધનો સ્વીકાર નથી કરી શકતા. અને જો ઘરમાં કોઈ દીકરી આ પ્રકારનું પગલું ભરે તો, લોહીયાળ જંગ ખેલવામાં આવ્યા હોય તેવી ઘટનાઓ પણ અનેક વખત સામે આવતી હોય છે. ત્યારે મોરબીના ભકતિનગર સર્કલ પાસે શનાળા બાયપાસ રોડ પર નવા બનેલ ઓવરબ્રીજ નીચે ઇલ્યાસ ઇશ્માઇભાઇ બ્લોચ નામનાં યુવકે તેના સાથીઓ સાથે મળી ભાવિક પુજારા નામના યુવક પર તીક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને નજીકના હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

બનાવની મળતી વિગત મુજબ, ભાવિક ભરતભાઇ પુજારા આરોપી ઇલ્યાસ ઇશ્માઇભાઇ બ્લોચની બહેન સાથે પ્રેમ સંબંધ ધરાવતો હોય તેવી શંકાના આધારે આરોપીએ ભાવિક પર હુમલો કર્યો હતો. ત્યારે ઉલ્લેખનીય છે કે, ભાવિક ઇલ્યાસની બહેન સાથે અવાર નવાર ફોન પાર વાતો કરતો હતો. અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. જેની શંકાના આધારે આરોપી અને તેના સાથીઓએ મોરબીના ભકતિનગર સર્કલ પાસે શનાળા બાયપાસ રોડ પર નવા બનેલ ઓવરબ્રીજ નીચે- ભાવિકની બાઈક સાથે પોતાની એકસેશ ગાડી ભટકાડી ભાવિકને નીચે પછાડી દીધો હતો. જે બાદ આરોપીઓ તેના પર છરી વળી તૂટી પડ્યા હતા અને 8-10 જેટલા છરીના ઘા જીકી દીધા હતા. અને હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહી નહીતર સારાવાટ નહી રહે તેમ કહી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે ભાવિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે સમગ્ર મામલે ભાવિકના પિતા ભરતભાઇ લક્ષ્મીચંદ પુજારાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પણ સમગ્ર મામલે કાર્યવાહી આરંભી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!