Saturday, May 11, 2024
HomeGujaratવાંકાનેરના પલાસ ગામમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

વાંકાનેરના પલાસ ગામમાં જુગાર રમતા આઠ જુગારીઓ ઝડપાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે પલાસ ગામમાં દરોડા પાડતા જુગાર રમી રહેલ 8 જુગારીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ ૧૧,૨૦૦ રૂ.નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી આરંભી છે.

- Advertisement -
- Advertisement -

આ અંગે મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળી હતી કે, પલાસ ગામે સવધણ કુણપરાના મકાન પાસે જાહેરમાં અમુક ઈસમો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ઘટના સ્થળેથી જુગાર રમી રહેલ હીતેશ સવધણભાઇ કુણપરા, મુના વાધજીભાઇ ચતરોટીયા, મુના ગોવીંદભાઇ ગમારા, અશોક ભુભાઇ શેટાણીયા, હેમંત જીણાભાઇ કુણપરા, મુનાભાઇ ઉર્ફે મના દીનેશભાઇ કુણપરા, વીષ્ણુ સતાભાઇ ગમારા અને વધણ ઉર્ફે મુના ખોડાભાઇ કુણપરાને ઝડપી પાડ્યા હતા. અને તમામ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી આરંભી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!