રાજ્યમાં મંગળવારેની મોડી રાત્રે રાજ્યના 42 નગરપાલિકાના ચીફ ઓફિસરોની બદલીના હુકમો થાય છે. જેમાં મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકામાં ગિરીશભાઇ સરૈયા અને હળવદ નગરપાલિકામાં નીલમબેન ઘેટિયાની નિમણુક કરાઈ છે.
રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક સાથે 42 નગરપાલિકના ચીફ ઓફિસરોની બદલીના હુકમો મોડી રાત્રે કરવામાં આવ્યા છે. જેમાં હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટની ડીસા નગરપાલિકા ચીફ ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. જેના સ્થાને કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાની નિમણુક કરવામાં આવી છે. જયારે માળીયા મિયાણા નગરપાલિકાનાં ચીફ ઓફિસર ઉર્મિલા સુમેસરાની કઠલાલ નગરપાલિકા ખાતે નિમણુંક કરાઈ છે. તેમજ વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ગિરીશભાઇ સરૈયાની નિમણુંક કરવામાં આવી છે.