Saturday, January 18, 2025
HomeGujaratકંડલા-માળીયા હાઇવે પરના હરીપરની ગોળાઇ નજીક ડમ્પર, ટૈલર અને એસટી વોલ્વો વચ્ચે...

કંડલા-માળીયા હાઇવે પરના હરીપરની ગોળાઇ નજીક ડમ્પર, ટૈલર અને એસટી વોલ્વો વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત

કંડલા-માળીયા નેશનલ હાઇવે પર હરીપરગામની ગોળાઇ પાસે પુર પાટ વેગે આવતા ડમ્પરે ટ્રક ટૈલર અને એસટી વોલ્વો બસને અટફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જોકે આ બનાવમાં સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી.

- Advertisement -
- Advertisement -

સુરજબારી પુલથી માળીયા તરફ આવતા હાઇવે પરના હરીપરગામની ગોળાઇ પાસે બેકાબુ સ્પીડે આવતા ડમ્પર ટ્ર્ક નં.જી.જે.૧૨.બી.ડ્બ્લ્યુ -૭૫૪૪ ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક ટૈલરના ઠાઠામા ડમ્પર ભટકાડીસાઇડમા જતી વોલ્વો એસ.ટીને પણ ઠોકરે લીધી હતી. આ ત્રીપલ અકસ્માતમાં એસ ટી બસ અને વોલ્વો એસટી ને નુકસાન થતા એસટી ના ચાલક મયુરસીહ યોગેંદ્રસીહ ઝાલાએ માળીયામીં.પોલિસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!