Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના ખાનપર ગામે બાવળની ઝાળીમા ધમધમતું જુગારધામ ઝડપાયું: નવ પત્તાપ્રેમી પકડાયા: બે...

મોરબીના ખાનપર ગામે બાવળની ઝાળીમા ધમધમતું જુગારધામ ઝડપાયું: નવ પત્તાપ્રેમી પકડાયા: બે નાશી ગયા

મોરબી તાલુકાના ખાનપર ગામેં વોંકળામાં જામેલી જુગારની જમાવટમાં પોલીસે રેઇડ પાડી જુગાર રમતા નવ જુગારીઓને દબોચી લીધા હતા.આ દરમિયાન બે શખ્સો પોલીસને થાપ આપી નાશી છૂટવામાં સફળ રહ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જુગરધામની વિગત અનુસાર મોરબી તાલુકાના ખાનપર ગામની સીમમાં વાદીલાની વાડી પાસે આવેલ વોંકળામાં બાવળના ઝાડ નીચે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે તાત્કાલિક રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા નિલેશભાઇ બચુભાઇ અધારા,મુકેશભાઇ લક્ષ્મણભાઇ કલોલા,જયંતિલાલ મગનભાઇ જાકાસણીયા,વિપુલભાઇ સવજીભાઇ ઘોડાસા, દુર્લભજીભાઇ રાભાઇ ઘોડાસરા,ભરતભાઇ કેશવજીભાઇ જીવાણી,માણંદભાઇ ભુરાભાઇ સવોટા,વિક્રમભાઇ દેવજીભાઇ પરમાર, અબ્બાસભાઇ અલ્લારખાભાઇ કુરેશી સહિતના નવ શખ્સો પત્તા ટીંચતા રંગે હાથા ઝડપાયા હતા જ્યારે પોલીસ આવ્યાની જાણ થતા બે ઈસમો ખુલ્લા ખેતરનો લાભ લઈ નાશી છૂટ્યા હતા. જેને પગલે પોલીસે જુગારી કિશોરભાઇ રૂનાથભાઇ જીવાણી અને ઇભુભાઇ ગુલાબભાઇ ચૌહાણને ફરારી જાહેર કરી તેને દબોચી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ ઝપટે ચડેલ ઇસમોના કબજામાંથી રોકડ રૂ ૬૪,૦૦૦ તથા ૬૦,૦૦૦ ની કિંમતના ચાર બાઈક સહિત કુલ રૂ .૧,૨૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જુગરધારા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ દરોડા દરમિયાન પીઆઇ વી.એલ.પટેલ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઇ હુંબલ, યોગીરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા, રવિભાઇ કીડીયા તથા કિશોરભાઇ દાવા અને લોકરક્ષક પૃથ્વીરાજસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!