Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના લીલાપર ગામે જુગાર રમતા બે પરપ્રાંતીય ઇસમો પકડાયા

મોરબીના લીલાપર ગામે જુગાર રમતા બે પરપ્રાંતીય ઇસમો પકડાયા

મોરબી તાલુકાના લીલાપર ગામેં જુગાર રમતા બે પરપ્રાંતીય ઇસમોને પોલિસે ઝડપી લીધા હતા.લીલાપર ચોકડી પાસે આવેલ તીર્થક પેપર મીલના કવાર્ટરની દીવાલ પાછળ બે ઈસમો જુગાર રમતા હોવાની બાતમીને પગલે પોલીસે રેઇડ પાડી હતી આ દરમિયાન જુગાર રમતા મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને મોરબી પંથકમાં કારખાનામાં મજૂરી કરતા મનોજકુમાર હિરાલાલ કોટાર અને રામેશ્વર ઉર્ફે પપ્પુ દશરથ રેકવાર નામના બે ઈસમો પકડાયા હતા.પોલીસે આ બને ને દબોચી લઈ કુલ રૂ.૫૫૦૦નો મુદામાલ કબ્જે કરી જુગરધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!