માળીયા-ભીમસર ચોકડી પાસે હોટલ પર ચા-પાણી માટે રોકાયેલા ૪૯ વર્ષીય ટ્રક ચાલકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો. ત્યારે હોસ્પિટલ પહોંચતા તબીબે હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું.
મળતી વિગતો મુજબ, રાજસ્થાનના બીયાવર જીલ્લાના તોડગઢ તાલુકાના દીપાલી બડાખેડા ગામના વિક્રમસિંહ કિશનસિંહ રાવત ઉવ.૪૯ ટ્રક લઈને મુંદ્રાથી નંદાસર તરફ જતા હતા. ત્યારે ગઈકાલ તા.૦૭/૧૦/૨૦૨૬ના સવારે માળીયા ભીમસર ચોકડી પાસે ભેરૂનાથ હોટલ પર ચા-પાણી માટે રોકાયા હતા. દરમિયાન છાતીમાં દુઃખાવો થતાં તેમને માળીયા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી હાર્ટ એટેકથી મોત થયાનું જાહેર કર્યું હતું. મૃત્યુના બનાવ અંગે માળીયા(મી) પોલીસે અ.મોત નોંધી તપાસ હાથ ધરી છે.






