મોરબીમાં મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ટીવી ચાલુ રાખી રસોઇ બનાવતા આધેડને તેના સગા ભાઈએ જેમ ફાવે તેમ ગાળો ભાંડી લાકડાના ધોકા વડે માર મારતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીની વજેપર શેરી નં.૧૫ ખાતે રહેતા કરશનભાઇ ભીમજીભાઇ કણઝારીયા ગત તા.૧૯/૦૮/૨૦૨૩ ના રાત્રીના સમયે પોતાના ઘરે ટીવી ચાલુ રાખી રસોઇ બનાવતા હોય તે વખતે પોપટભાઇ ભીમજીભાઇ કણઝારીયા (રહે. વજેપર શેરી નં.૧૫ મોરબી)ને સારૂ નહી લાગતા ફરિયાદીને જેમ ફાવે તેમ ભુંડાબોલી ગાળો આપી લાકડાના ધોકા વડે શરીર પર આડેધડ ધોકા વતી માર મારી શરીરે મૂંઢ ઇજા કરી તથા ડાબા હાથમાં ફેકચર જેવી ઇજા કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.