મોરબીમાં પૈસાની લેતી દેતી મામલે તરુણ તથા એક શખ્સનું ગાડીમાં અપરહણ કરી વાડીમાં લઇ જઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફોન પર ગાળો આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.
મોરબીના નવા બસ સ્ટેન્ડ પાછળ કન્યા છાત્રાલય રોડ પર ડાઢાની વાડીમાં રહેતા દયારામભાઈ કાનજીભાઈ હડીયલએ ફરિયાદ નોંધાવી છે કે તેના બનેવી ગણેશભાઈ લાલજીભાઈ કણજારિયા તથા આરોપી ભગીરથસિંહ ગોહિલ રહે-પંચાસરને પૈસાની લેતી દેતી હોય જેનો ખાર રાખી આરોપી ભગીરથસિંહએ પોતાની સફેદ કલરની ફોરવ્હીલ ગાડીમાં ફરિયાદના પુત્ર વિપુલભાઈ દયારામભાઈ હડીયલ તથા સાહેદ લાલજીભાઈ બંનેને બળજબરી પૂર્વક ગાડીમાં અપહરણ કરી પંચાસર ગામની સીમમાં કોઈની વાડીએ લઇ જઈ ધોકા પાઈપ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ ફરિયાદી દયારામભાઈ હડીયલને ફોનમાં ગાળો આપી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.