ટંકારા ના સાવડી ગામે પિતા વિનાની ૧૫ વર્ષ ની માસુમ સગીરા પાણી ભરવા માટે ગઈ હોય ગામ ના બે શખ્સો નો સેતાન જાગ્યો હતો અને એક યુવાને માસુમ ને હવસ નો શિકાર બન્યો હતો દુષ્કર્મ પીડીત સગીરાએ બુમા બુમ કરતા આજુ બાજુ રહેલા લોકો આવતા આરોપી નાસી ગયા હતા તો બીજા શખ્સે મદદ કરી હોવા ની ફરીયાદ થતા પંથકમાં ખડભડાટ મચી ગયો હતો જેમાં ફરિયાદ ને પગલે ટંકારા પોલીસ ના પ્રોબેસ્નલ ASP અભિષેક ગુપ્તા એ ધટના ની ગંભીરતા સમજી 376 /114 પોસકો સહિત ની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.ત્યારે આજે પોલીસે દુષ્કર્મ નાં બંને આરોપી ભાગિયા ધર્મેશ જાદવજી અને તેને મદદ કરનાર ગોસરા મનોજ હેમંતભાઈની અટક કરી છે. બંને આરોપીનાં કોરોના રિપોર્ટ આવ્યા બાદ વિધિવત ધરપકડ કરવામાં આવશે