પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન લીલાપર ગામની સીમમાંથી પસાર થતા બાઇક નંબર જીજે-૦૩-એફબી-૪૨૮૧ને શંકાના આધારે અટકાવવાની કોશિશ કરતા ચાલકે બાઇક મારી મૂક્યું હતું. પોલીસે બાઇકને આંતરી ઉભું રખાવી બન્ને શખ્સો પાસે રહેલા બાચકાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નંબર-૧ બ્રાન્ડની વહીસ્કીની ૩૬ બોટલો કિં.રૂ. ૧૩,૫૦૦/- મળી આવી હતી. આથી પોલીસે વિજય વિક્રમભાઈ દારોદરા (ઉ.વ.૨૫,રહે. લગધીરનગર, નવાગામ) તથા કિરીટ પ્રભુભાઈ ઉચાણા (ઉ.વ.૨૫,રહે. ભડીયાદ, તા. મોરબી) વાળાની અટકાયત કરી બાઇક કિં.રૂ.૧૦,૦૦૦/- અને દારૂ કિં.રૂ.૧૩,૫૦૦/- મળી કુલ ૨૩,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં એ.એસ.આઈ. નરવિરસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. જયસુખભાઈ વસીયાણી, યોગીરાજસિંહ જાડેજા, પો. કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજા, ફતેસંગ પરમાર, જયદીપભાઈ પટેલ, અનાર્મ લોકરક્ષક પંકજભા ગુઢડા, રવિરાજસિંહ જાડેજા તથા જયેશભાઇ ચાવડા સહિતનાઓ રોકાયા હતા.