મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે આવેલ અનાજ કરિયાણાની દુકાનેથી સ્વામીનારાયણ મંદીરમા દાન કરવાનું કહી જુનાગાઢ અને રાજકોટના બે ઠગબાજોએ 10.28 લાખનો માલ ખરીદી રૂપિયા ન આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ માર્કેટીંગ યાર્ડની ખાવડીયા ટ્રેડીંગ કંપની દુકાને બ્રીજેશભાઈ કાંતીલાલ પટેલ (રહે.જુનાગઢ) અને જેકલેશભાઈ ધીરજભાઈ સોમૈયા (રહે.રાજકોટ) બન્નેએ સ્વામીનારાયણ મંદીરમા રેશનીંગની વસ્તુઓ તથા તેલના ડબ્બાઓનુ દાન પુણ્ય કરવા મોકલવાનુ કહી દુકાનદાર મહેશભાઈ છગનભાઈ ખાવડીયાને આંબા આંબલી બતાવી વિશ્વાસમાં લીધા હતા ત્યારબાદ વિશ્વાસ કેળવી દુકાનેથી બેશન કટા તથા તેલના ડબા મળી કુલ રૂ.૧૦,૨૮૦૦૦ ની ખરીદી કરતા દુકાનદારને જાણે લોટરી લાગી ગઈ હોય તેમ મોટી રકમનો માલ કઢાવ્યા રૂપિયા આપવા સમયે હાથ ઊંચા કરી દેતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી આથી દુકાનદાર મહેશભાઈ છગનભાઈ ખાવડીયા (રહે મારૂતીનગર “જીવંતીકા” રવાપર રોડ મોરબી)એ મોરબી સીટી એ ડિવીઝન મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.