Sunday, April 26, 2026
HomeGujaratએક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે...

એક જ માંડવે પરણી રહેલા બે ભાઈઓએ સશક્ત લોકશાહી માટે લગ્ન પૂર્વે મતદાન કર્યું

વાંકાનેરના કોટડા નાયાણી ગામે લોકશાહીના પર્વમાં સશક્ત લોકશાહી માટે અનોખું દ્રશ્ય જોવા મળ્યું ! લગ્નના પવિત્ર બંધને બંધાવા જઈ રહેલા બે સગા ભાઈઓ અને વરરાજા વિજયભાઈ બેચરભાઈ વરૂ તથા સાગરભાઈ બેચરભાઈ વરૂએ જાન પ્રસ્થાન પૂર્વે મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

- Advertisement -
- Advertisement -

શરણાઈઓના સૂર અને લગ્નના માહોલ વચ્ચે, આ બંને ભાઈઓએ “પહેલા મતદાન, પછી ફેરા”નો સંકલ્પ કરી સામાજિક જવાબદારીની સાથે નાગરિક ધર્મનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાંસારિક જીવનના મંગલ પ્રારંભ પૂર્વે લોકશાહીના પર્વમાં પોતાની સહભાગીતા દાખવી તેમણે સમગ્ર જિલ્લાના યુવા મતદારોને પ્રેરણા પૂરી પાડી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!