Wednesday, August 12, 2026
HomeGujaratવાંકાનેરના શક્તિપરામાં જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

વાંકાનેરના શક્તિપરામાં જુગાર રમતા બે ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે શક્તિપરા સ્કૂલ પાછળ શેરીમાં રેઈડ કરવામાં આવી હતી. જ્યાં દૂરથી પોલીસને આવતી જોઈ જુગાર રમતા શખ્સોમાં નાસભાગ મચી હતી, જેમાં બે જુગારી રાયસીંગભાઈ દિનેશભાઈ બાબરીયા ઉબ.૨૫ રહે. શક્તિપરા વાંકાનેર તથા આમીન મહેબુબભાઈ જેડા ઉવ.૨૮ રહે. મીલ પ્લોટ વાંકાનેર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, આ સાથે પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૮૦૦/-કબ્જે કર્યા હતા.

- Advertisement -
- Advertisement -

રેઈડ દરમિયાન રસિદભાઈ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા રહે.શક્તિપરા વાંકાનેર, સાહીલ હુશેનભાઈ પીપરવાડીયા રહે.ભાટીયા સોસાયટી વાંકાનેર તથા જાનમામદ ઉર્ફે જાનીયો આદમભાઈ સિંધી રહે.શક્તિપરા વાંકાનેર નાસી છૂટ્યા હતા. હાલ વાંકાનેર સીટી પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!