Sunday, August 2, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં જુગારના બે દરોડા: કુલ ૧૨ જુગારીઓ ઝડપાયા

મોરબીના વીસીપરામાં જુગારના બે દરોડા: કુલ ૧૨ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં જુગાર અંગે અલગ અલગ બે દરોડામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા કુલ ૧૨ જુગારીઓને ઝડપી લીધા હતા. આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.૧૫,૬૦૦/-ની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરી જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગ દરમિયાન વીસીપરા વિસ્તારમાં બે અલગ-અલગ સ્થળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પ્રથમ દરોડો જલજલા પાન પાસે જાહેરમાં જુગાર રમતા કપિલકુમાર રમેશભાઈ નિશાદ ઉવ.૨૪ હાલ વીસીપરા મૂળ જાલોન ઉત્તર પ્રદેશ, લખન સેવારામ નિશાદ ઉવ.૩૦ રહે. કુલીનગર-૨, વીસીપરા મૂળ જાલોન ઉત્તર પ્રદેશ, નરેન્દ્રકુમાર છોટેલાલ નિશાદ ઉવ.૨૮ મૂળ કાનપુર ઉત્તર પ્રદેશ, શાનમહમદ જૈનુદીન મલિક ઉવ.૨૮ કુલીનગર-૨, વીસીપરા મૂળ અલીગઢ ઉત્તર પ્રદેશ, પંકજ ગોરેલાલ કેવટ ઉક.૩૦ આદર્શ સોસાયટી, ઉમા ટાઉનશીપ પાસેમોરબી મૂળ ઉત્તર પ્રદેશ, દીપ માતાપ્રસાદ પાલ ઉવ.૨૭ નેશનલ પોટરી સામે વીસીપરા મૂળ કાનપુર ઉત્તર પ્રદેશ, શની પવનકુમાર ચક્રવર્તી ઉવ.૨૩ શનાળા રોડ મુરલીધર હોટલ પાછળ મોરબી મૂળ જાલોન ઉત્તર પ્રદેશ અને મૈયનુદિન મોહમદઉંમર મલિક ઉવ.૨૨ જલજલા પાન પાસે વીસીપરા મૂળ શ્રાવસ્તી ઉત્તરપ્રદેશ વાળાને રોકડા રૂ.૧૧,૩૫૦/-સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

જ્યારે જુગારના બીજા દરોડાની પ્રાપ્ત વિગતો મુજબ, વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ પર લાયન્સનગરના ખૂણા પાસે ગંજીપત્તાના પાના વડે રૂપિયાની હરજીતનો જુગાર રમતા બેચરભાઈ અમરાભાઈ ચાવડા ઉવ.૬૫ લાયન્સનગર શેરી નં.૬ વીસીપરા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી ઉવ.૩૩ વિજયનગર શેરી નં.૧ વીસીપરા, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ ઉવ.૪૦ વિજયનગર મેઇન રોડ વીસીપરા અને દિલીપભાઈ રવજીભાઈ સોલંકી ઉવ.૩૫ વિજયનગર ધમ્મગીરી સ્ટોરવાળી શેરી વીસીપરા વાળાને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે રોકડા રૂ.૪,૨૫૦/- કબ્જે લીધા હતા અને તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!