Wednesday, July 15, 2026
HomeGujaratમોરબીના વીસીપરામાં જુગારના બે દરોડા: કુલ પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબીના વીસીપરામાં જુગારના બે દરોડા: કુલ પાંચ જુગારીઓ ઝડપાયા

મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાન પાછળ એક જ દિવસે જુગારના બે અલગ-અલગ દરોડા પાડી કુલ પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને કેસમાં રોકડા રૂ.૮૦૦૦/- સહિતનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગઈકાલ તા.૧૪/૦૭ના રોજ બી ડિવિઝન પોલીસે વીસીપરા વિસ્તારમાં નોતીયાર પાન પાછળ જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બે અલગ-અલગ દરોડા પાડી કુલ પાંચ જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જુગારના પ્રથમ દરોડામાં પોલીસે ભરતભાઈ ભવાનભાઈ ગાગડીયા ઉવ.૩૫ મૂળ ગામ માણાબા તા.હળવદ હાલ એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડમાં ખુલ્લામાં મોરબી તથા સિકંદભાઈ કાદરભાઈ પારેડી ઉવ.૨૮ રહે. કુલીનગર-૧ વીસીપરા મોરબી વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસે તેમની પાસેથી રોકડા રૂ.૫,૩૦૦/- જપ્ત કર્યા હતા.

જુગારના બીજા દરોડામાં પોલીસે આરોપી લાલાભાઈ શંકરભાઈ ઓગણીયા ઉવ.૩૬ રહે. મહેન્દ્રનગર સ્મશાન પાસે મોરબી, કરણભાઈ મથુરભાઈ હળવદીયા ઉવ.૩૩ રહે.મહેન્દ્રનગર સ્મશાન પાસે મોરબી તથા રજનીભાઈ ઉર્ફે તેજો અજીતભાઈ હળવદીયા ઉવ.૩૯ રહે.મહેન્દ્રનગર મોરબી વાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા આ સાથે પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૨,૭૦૦/- કબ્જે કરી તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!