Wednesday, July 15, 2026
HomeGujaratમોરબીમાં કબૂતર ઉતારવા વીજ થાંભલે ચડેલા ૧૨ વર્ષીય કિશોરનું વીજશોકથી મોત

મોરબીમાં કબૂતર ઉતારવા વીજ થાંભલે ચડેલા ૧૨ વર્ષીય કિશોરનું વીજશોકથી મોત

મોરબીના વાવડી રોડ ખાતે ગણેશ ફાર્મ સામે કબૂતર ઉતારવા માટે વીજ થાંભલા પર ચડેલા ૧૨ વર્ષીય કિશોરને વીજશોક લાગતાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારે પ્રથમ મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થતા સીટી એ ડિવિઝન પોલીસે મરણ નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના વાવડી રોડ પર ગોકુલ ફાર્મ સામે અલ્તાફ અબ્દુલભાઈના મકાનમાં રહેતા ૧૨ વર્ષીય કરણ ઉર્ફે કલો દિનેશભાઈ દેગામા ગઈકાલે ગોકુલ ફાર્મની સામે અબ્દુલભાઇ ઘોડાવાળાના મકાનની બાજુમાં કબૂતર ઉતારવા માટે વીજ થાંભલા પર ચડ્યો હતો. આ દરમિયાન વીજશોક લાગતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તજવીજ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!