માળીયા મી.ના લક્ષ્મીવાસ ગામે પાણી ભરેલા ખાડામાં ચાર બાળાઓ નહાવા પડ્યા બાદ બે બાળાઓના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે બાળકીઓનો બચાવ થયો હતો. માળીયાના લક્ષ્મીવાસ ગામે આવેલા ખેતરમાં મજૂરી કામ કરીને ત્યાં જ રહેતા ખેતમજૂરી કરતા પરિવારોની ચાર બાળકીઓ ગઈકાલે તા.29 ના રોજ વવાણીયા તરફના ગામના તળાવના આવેલા પાણીના લક્ષમીવાસ ગામે ભરાયેલા મોટા અને ઊંડા પાણીના ખાડામાં નહાવા પડી હતી અને ચારેય બાળાઓ પાણીમાં ડૂબવા લાગી હતી. જેમાં જગૃતિબેન બહાદુરભાઈ ઠાકોર (ઉ.વ.13) અને જલુબેન ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.6) નામની બે બાળકીઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા બન્નેના ડૂબી જવાથી કરુણ મોત નિપજ્યા હતા.
જ્યારે અન્ય બે બાળકીઓ પાણીમાંથી હેમખેમ બહાર નીકળી જતા આ બન્ને બાળકીઓના જીવ બચી ગઈ હતા. દરમ્યાન ડૂબી ગયેલી બન્ને બાળકીઓના મૃતદેહ મળી આવતા માળીયા પોલીસે બન્નેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ મધ્યપ્રદેશના વતની એવા ખેતમજૂરો ગઈકાલે લક્ષમીવાસ ગામે ખેતરોમાં મજૂરી કામ કરતા હતા. ત્યારે આ બાળકીઓ પાણીમાં ન્હાવા પડ્યા બાદ બેના મોત થતા તેમના પરિવારોમા શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવની માળીયા પોલીસે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.