Thursday, December 26, 2024
HomeGujaratમકનસર નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, બેના ઘટનાસ્થળે મોત

મકનસર નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, બેના ઘટનાસ્થળે મોત

મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવની મળતી માહિતી મુજબ મકનસર ગામમાં સ્વામી નારાયણ મંદિર સામે ટ્રકની પાછળ મેટાડોર ઘુસી ગયો હતો. આથી, મેટાડોરચાલક અને ટ્રકચાલક બંનેના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. હાલમાં જાણવા મળી રહ્યું છે કે કન્ટેનરના ટાયરમાં ભડાકો થતા કન્ટેનરચાલક તે જગ્યાએ પથ્થર મુકવા જતો હતો. તે વખતે પાછળથી મેટાડોરે ધડાકાભેર અથડાતા ટ્રક પાછળ ઉભેલો ટ્રકનો ડ્રાઇવર અને મેટાડોરના ડ્રાઈવરના મોત થયા છે. આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. હાલમાં પોલીસ વાહનોમાં વચ્ચે ફસાયેલી ડેડબોડીને બહાર કાઢવા તેમજ અકસ્માતના પગલે જમા થયેલ ટ્રાફિકને ક્લિયર કરવા કાર્યવાહી કરી રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!