મોરબીના સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ચાલતાં કેમિકલ ચોરી કૌભાંડ પર ગઈકાલે મોરબી તાલુકા પોલીસની ટીમે રેઇડ કરી હતી અને ફીનોલ નામના કેમીકલની ચોરી કરતા બે ઈસમોને પકડી પાડ્યા હતા. જયારે બે ઈસમોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમને ગઈકાલે ચોક્કસ બાતમી મળી હતી કે, લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ (રહે. જુના નાગડાવાસ તા.જી.મોરબી) તથા જયેન્દ્રભાઇ રામજીભાઇ આદ્રોજા (રહે. મોરબી) નામના શખ્સોએ પોતાના અંગત આર્થીક ફાયદા માટે રાજેશભાઇ રામજીભાઇ ડવ (રહે. નાગલપર મોટી તા.અંજાર જી.ભુજ (કચ્છ)) તથા અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (રહે. હાલ અંજાર ગંગોત્રી સોસાયટી તા.અંજાર જી.ભુજ (કચ્છ) મુળ ગામ બજાણા તા.પાટડી)નો સંપર્ક કરી ગેર કાયદેસર રીતે રાજેશભાઇ અને અજીતસિંહ પાસે રહેલ ટેન્કરમાં ભરેલ ફીનોલ નામનુ કેમીકલ અન અધિકૃત રીતે ખરીદવાના છે. જે હકીકતના જે હકીકતના આધારે જયારે પોલીસે સોખડા ગામ તરફ જતા રસ્તે આવેલ જયેન્દ્રભાઇ રામજીભાઇ આદ્રોજાના ફાસ્ટેન લેમીનેટ કારખાનામાં ટેન્કરમાં ભરેલ ફીનોલ નામનુ કેમીકલ ટેન્કર ઉપર લગાવેલ સીલ ખોલી ટેન્કરમાં નળી નાખી ટેંકરમાં ભરેલ ફીનોલ નામના કેમીકલનો જથ્થો વેંચાણ કરવાના ઇરાદે બેરલમાં કાઢી તથા રાજેશભાઇ અને અજીતસિંહ ટેન્કર ચાલક તથા કલીનરે પોતાના ટેન્કર તેમના શેઠ તથા માલ ખરીદ કરનારની જાણ બહાર ગુન્હાહિત વિશ્વાસઘાત કરી ફીનોલનો જથ્થો કાઢતા રેઇડ દરમ્યાન મળી આવ્યા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. ૧૦,૦૦,૦૦૦/-ની કિંમતનો GJ-12-BW-7751 નંબરનો મહીન્દ્રા બ્લેન્જો કંપનીનુ ટેન્કર તથા રૂ.૨૩,૪૫,૨૨૦/-ની કિંમતનો આશરે ૨૩,૨૨૦/- લીટર ટેન્કરમાં ભરેલ ફીનોલ કેમીકલ તથા ટેંકરમાંથી કારખાનામાં ટેંકરના ટાંકામાં નળી બેરલ ઇલેકટ્રીક મોટર મારફતે ભરેલ રૂ.૩,૦૩,૦૦૦/- ની કિંમતનું આશરે ૩૦૦૦ લીટર કેમીકલ તથા રોકડા રૂપીયા-૧૨,૦૦૦/- તેમજ રૂ. ૫,૦૦,૦૦૦/-ની કિંમતની GJ-36-AC-7775 નંબરની કીયા કાર તથા એન્ડ્રોઇડ મોબાઇલ સહિતની સાધન સામગ્રી મળી કૂલ રૂ.૪૧,૭૦,૨૨૦/- ના મુદ્દામાલ સાથે રાજેશભાઇ રામજીભાઇ ડવ (રહે. નાગલપર મોટી તા.અંજાર જી.ભુજ (કચ્છ)) તથા અજીતસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા (રહે. હાલ અંજાર ગંગોત્રી સોસાયટી તા.અંજાર જી.ભુજ (કચ્છ) મુળ ગામ બજાણા તા.પાટડી) નામના શખ્સોની અટકાયત કરી હતી. જયારે લક્ષ્મણભાઇ નારણભાઇ રાઠોડ (રહે. જુના નાગડાવાસ તા.જી.મોરબી) પોલીસને જોઈ નાશી જતા તેને તથા જયેન્દ્રભાઇ રામજીભાઇ આદ્રોજા (રહે. મોરબી)ને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.