રાત્રિ દરમિયાન અલગ અલગ સોસાયટી અને બંગલાની બહાર પાર્ક કરેલી ફોર વ્હીલર કારની ચોરી થતી હોવાનું તો તમે સાંભળ્યું હશે પરંતુ મોરબી બાયપાસ રોડ પર બે દિવસ પહેલા બે ઈસમોએ ભરબપોરે કારની ચોરી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી માહિતી મુજબ, રાજકોટની આજીડેમ ચોકડી, ભાવનગર રોડ, ભિમરાવ નગર ખાતે રહેતા મૂળ સુરેન્દ્રનગરનાં પીપળીયા(બામણબોર)ના રહેવાસી અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા ગોવીંદભાઇ મુનાભાઇ પંચાલે ગત તા.૧૭/૦૩/૨૦૨૩ ના રોજ પોતાની GJ.03.ME.3337 નંબરની હુન્દાઇ કંપનીની ઓરા ફોર વ્હીલ ગાડી મોરબી બાયપાસ રોડ, સેર-એ-પંજાબ હોટલના પાર્કીંગમા પાર્ક કરી હતી. જ્યાંથી તેઓની ફોરવ્હીલ ગાડી બે અજાણ્યા ચોર ઇસમે ચોરી કરી લઇ જઇ સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. જેને પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી તપાસી આગળની કાર્યવાહી હાથ ધરી છે.