મોરબી તાલુકાના ઊંચી માંડલ ગામે રહેતા ફરિયાદી વિરજીભાઈ રામજીભાઇ કાલરીયા એ ફરિયાદ નોંધાવી છે કે બે શખ્સો વલમજીભાઈ ભુદરભાઈ કાલરીયા (રહે.અંજની પાર્ક આલાપ રોડ મોરબી) અને પરેશભાઈ ધનજીભાઈ પાંચોટીયા (રહે.ગૌતમ સોસાયટી પ્લોટ નં ૧૫ રવાપર રોડ) વાળાએ આજથી આશરે દોઢ વર્ષ પહેલા ફરિયાદીની ઊંચી માંડલ ગામે આવેલ સર્વે નં ૧૨૬/૧/૧ ની જમીનમાં ૧૫૫૦ ચો. મી. જેટલી જમીન પચાવી પાડવાના ઇરાદે જમીન ના મૂળ માલિક ની જાણ બહાર બોગસ સંમતી પત્ર બનાવીને નગરનીયોજક ની કચેરીમાં રજૂ કરી પ્લાન પણ મંજુર કરાવી લીધો હતો અને આ બોગસ દસ્તાવેજનો અસલ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેથી મોરબી તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.