ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે ચૂંટણી સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગ રૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહી-જુગારની બદીઓ દુર કરવા પોલીસ તંત્રને સૂચન કર્યા છે. જેને લઈ પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે જુદા-જુદા ત્રણ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે તેઓએ ગીરીશભાઈ શિવજીભાઈ કારીયા નામના એક શંકાસ્પદ શખ્સને રવાપર રૉડ નિલકંઠ સ્કુલની પાસે જાહેરમા નગર દરવાજા પાસે રોકી તેની તપાસ કરતા તેની પાસેથી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ ચેલેન્જ ફાઈન રિઝર્વ વ્હીસ્કીની ૨ બોટલ મળી આવતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી આરંભી હતી. જયારે બીજા બનાવમાં હળવદ પોલીસે બાતમીના આધારે હળવદ રાણેકપર રોડ સુકુન બંગ્લોઝ સામે રોડની સાઈડમાં રેઇડ કરતા સ્થળ પર માલ ચૂવવા જતો એક આરોપી પકડાયો હતો. જેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશીદારૂની ૧૦ બોટલો મળી આવી હતી. જેમાં કિંગ્સ વોડકા ફોર સેલ ઈન રાજસ્થાન લખેલ ૦૬ અને રોયલ ક્લાસીક વ્હીસ્કી ફોર સેલ ઈન રાજસ્થાન લખેલ ૦૪ બોટલો સાથે સાગરભાઈ નવઘણભાઈ ઉડેચા નામનો આરોપી ઝડપાયો છે. જયારે રાજેશભાઈ નવઘણભાઈ ઉડેચા નામનો આરોપી સ્થળ પરથી ફરાર થઈ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.