Wednesday, December 4, 2024
HomeGujaratમાળીયા (મી.)નાં મોટા દહીંસરા ગામે વિદેશી દારૂની ૪ બોટલો સાથે બે વાહન...

માળીયા (મી.)નાં મોટા દહીંસરા ગામે વિદેશી દારૂની ૪ બોટલો સાથે બે વાહન ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 5ના રોજ માળીયા (મી.) પોલીસે વિવેકાનંદનગર રોડ પર રેઈડ કરતાં હિરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-જે-૦૦૪૯ ના થેલામાં વિદેશી દારૂની ૧ બોટલ અને અન્ય એક અડધી બોટલ (કુલ કિં.રૂ. ૧૫૦૦) તથા એક્ટીવા નં. જીજે-૩૬-ઈ-૮૭૨૪ ની ડેકીમાં વિદેશી દારૂની ૨ બોટલો (કુલ કિં.રૂ. ૨૦૦૦) રાખેલી મળી આવી હતી. પોલીસે વિદેશી દારૂની ૪ બોટલો તથા બાઈક અને એક્ટિવા મળી કુલ રૂ. ૨૮,૫૦૦/- નો મુદામાલ કબ્જે કર્યો છે. પોલીસની રેઇડ દરમ્યાન આરોપીઓ હાજર નહિં હોવાથી હાલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમને પકડવા તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!