Thursday, January 16, 2025
HomeGujaratમોરબીમાં કારમાંથી 58 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

મોરબીમાં કારમાંથી 58 બોટલ દારૂ સાથે બે ઝડપાયા

મોરબી પંથકમાં હોળી ધુળેટીના પર્વને લઈને બંધાણીઓનીં પ્યાસ બુજાવવા બુટલેગરો બેફામ બન્યા છે બીજી બાજુ પોલીસ પણ સતર્ક બની રીતસરની મેદાને ઉતરી બોટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી રહી છે ત્યારે મોરબીના લગધીરગેટ પોલીસ ચોકી પાસે કારમાંથી 58 બોટલ દારૂ સાથે બે ઇસમોને પકડી લીધા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના લગધીરગેટ પોલીસ ચોકી પાસેથી પસાર થતી અર્ટીંગા ફોર વ્હીલ ગાડી રજી. નં.જી.જે. ૨૭ એ.એ. ૪૦૨૩ને અટકાવી પોલિસે તલાશી લેતા કારમાંથી 22 હાજરની કિંમતની 11 બોટલ રેડ લેબલ, રૂપિયા 18860ની કિંમતની 23 બોટલ સિગ્નેચર માસ્ટર અને બ્લેન્ડર પ્રાઇડની ૨૪ બોટલ કિં.રૂ.૨૦,૪૦૦નો જથ્થો ઝડપાયો હતો જેને લઈને પોલીસે આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો જસાભાઇ ડોડીયા અને ભાવેશભાઇ નીરૂભાઇ જાદવને ઝડપી લીધા હતા. પોલીસે સુઝુકી કંપનીની અર્ટીગા ફોર વ્હીલ ગાડી રજી નં. જી.જે. ૨૭ એ.એ. ૪૦૨૩ કિ.રૂ. ૨,૦૦,૦૦૦ સહિત કુલ રૂ.૨,૬૧,૨૬૦નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!