વાંકાનેર શહેરમાં દારૂ સાથે એક અને ટંકારા તાલુકાના ખાખરા ગામે વાડીમાંથી બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે.
જેમાં વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર થી પસાર થતા પીન્ટુ ભાઈ ગંગાભાઈ પાલ(ઉ.વ.૩૦ ધંધો મજૂરી રહે.હાલ માટેલ રોડ અરમાનો સીરામીકમાં તા.વાંકાનેર)વાળાને રોકીને પોલીસ દ્વારા તલાશી લેવામાં આવતા તેની પાસે રહેલા ગ્રે કલરના બેગમાંથી ભારતીય બનાવટની માસ્ટર્સ વોડકા નોટ ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લી લખેલી ૭૫૦ મીલી ની અલગ અલગ ફ્લેવરની અને રૂ. ૩૦૦૦ ની કિમતની ૧૦ દારૂની બોટલ મળી આવી હતી જેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ઉપરોક્ત શખસ ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
જ્યારે ટંકારા પોલીસ દ્વારા બાતમીને આધારે ટંકારા તાલુકાના ખાખરા ગામ પાસે નદીના કાંઠે આવેલ પ્રફુલભાઈ ચનાભાઈ અધારીયા ની વાડીમાં દરોડો પાડવામાં આવતા વાડીની ઓરડી માંથી એરંડાનાં ભુક્કાના ઢગલામાં સંતાડી રાખેલ ૫૦૦ મિલીના માઉન્ટસ ૬૦૦૦ ફાઇન સ્ટ્રોંગ બિયર નંગ ૧૦ કિ રૂ.૧૦૦૦ મળી આવ્યા હતા જેથી ટંકારા પોલીસ દ્વારા વાડીમાલિક પ્રફુલ ચનાભાઈ અધારીયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.